वेदसारशिवस्तोत्रम

1374160_703610366335791_2088387292_n[1]

 

वेदसारशिवस्तोत्रम

 

पशूनां पतिं पापनाशं परेशं
गजेन्द्रस्य कृत्तिं वसानं वरेण्यम ।
जटाजूटमध्ये स्फुरदगागंवारिं
महादेवमेकं स्मरामि स्मरारिम ॥१॥

 

પશુઓના [અર્થાત સમસ્ત જીવોના] પતિ [અર્થાત રક્ષક], પાપોનો નાશ કરનાર, પરમેશ્વર, જે મૃગચર્મનું વસ્ત્ર ધારણ કરે છે, જેમની જટાજૂટની મધ્યમાંથી ગંગાજળ વહી રહ્યું છે, જે કામદેવના શત્રુ છે, એવા સર્વશ્રેષ્ઠ એકમાત્ર મહાદેવનું હું સ્મરણ કરું છું. –૧

पशुओंके [अर्थात सभी जीवोंके] स्वामी [अर्थात रक्षक], पापोका नाश करनेवाले, परमेश्वर, जो मृगचर्मके वस्त्रधारण किये हुए है, जिनकी जटाओंके मध्यसे गंगाजलकी धारा बहे जा रही है, जो कामदेवके शत्रु है ऐसे सर्वश्रेष्ठ एकमात्र महादेवका मैं स्मरण करता हुँ ।–१

 

महेशं सुरेशं सुरारार्तिंनाशं
विभुं विश्वनाथं विभूत्यंगभूषम ।
विरूपाक्षमिन्द्वर्कवह्वित्रिनेत्रं
सदानन्दमीडे प्रभुं पंचवक्रम ॥२॥

મહાન ઈશ્વર, દેવોના સ્વામી, દેવતાઓનાં દુઃખોનો નાશ કરનાર, વિભુ, સમસ્ત વિશ્વના નાથ, વિભૂતિથી વિભૂષિત અંગોવાળા, વિરૂપાક્ષ [બેથી વધુ આંખવાળા], ચન્દ્ર-સૂર્ય-અગ્નિરૂપી ત્રણ નેત્રોવાળા, સદાનંદ, પંચમુખ પ્રભુ [શિવજી]ની હું સ્તુતિ કરું છું. –૨

महान ईश्वर, देवोके स्वामी, देवताओंके दुःखोंके नाश करनेवाले, विभु, समस्त विश्वके नाथ, विभूतिसे विभूषित अंगोवाले, विरूपाक्ष [अर्थात दो से अधिक नेत्रवाले], चन्द्र-सूर्य-अग्निस्वरूप त्रिनेत्रवाले, सदानंद, पंचमुखी प्रभु [शिवजी]की मैं स्तुति करता हुँ । –२

 

गिरीशं गणेशं गले नीलवर्णं
गवेन्द्राधिरूढं गुणातीतरूपम ।
भवं भास्वरं भस्मना भूषितांग
भवानीकलवं भजे पंचवक्त्रम ॥३॥

ગિરિ અર્થાત કૈલાસ પર્વતના સ્વામી, પ્રમથાદિ ગણોના ઈશ, નીલકંઠ, નંદિ પર આરૂઢ થયેલા, સત્વાદિ ગુણોથી અતીત રૂપવાળા, સંસારના આદિકારણ, અત્યંત તેજસ્વી, ભસ્મથી વિભૂષિત અંગવાળા અને પાર્વતી જેમનાં અર્ધાંગિની છે તેવા પંચમુખ [મહાદેવજી]ને હું ભજું છું. –૩

गिरि यानी कैलास पर्वतके स्वामी, प्रमथादि गणोके ईश, नीलकंठ, नंदि पर असवार, सत्वादि गुणोसे अत्यंत स्वरूपवान, संसारके उत्पतिके कारण, अत्यंत तेजस्वी, भस्मसे विभूषित अंगवाले एवं मा पार्वती जिनकी अर्धांगिनी है ऐसे पंचमुखी [महादेवजी]का मैं स्मरण करता हुँ । –३

 

 

शिवाकान्त शम्भो शशांकार्धमौले
महेशान शूलिंजटाजूटधारिन ।
त्वमेको जगदव्यापको विश्वरूप
प्रसीद प्रसीद प्रभो पूर्णरूप ॥४॥

હે પાર્વતીનાથ ! હે શંભુ ! હે ચન્દ્રશેખર ! હે મહેશ્વર ! હે ત્રિશૂળધારી ! હે જટાજૂટધારી ! હે વિશ્વરૂપ ! આપ એક [જ સમગ્ર] જગતને વ્યાપ્ત કરનારા છો. હે પૂર્ણરૂપ પ્રભુ ! પ્રસન્ન થાઓ ! પ્રસન્ન થાઓ ! –૪

हे पार्वतीनाथ ! हे शंभो ! हे चन्द्रशेखर ! हे महेश्वर ! हे त्रिशूलधारी ! हे जटाधारी ! हे विश्वरूप ! आप एक ही [संपूर्ण] संसारके व्याप्त करनेवाले हो । हे पूर्णरूप प्रभु ! प्रसन्न हो ! –४

 

परात्मानमेकं जगद्बीजमाद्यं
निरीहं निराकारमोंकारवेद्यम ।
यतो जायते पाल्यते येन विश्वं
तमीशं भजे लीयते यत्र विश्वं ॥५॥

પરમાત્મસ્વરૂપ, અદ્વિતીય, જગતના આદિકારણ, ઈચ્છારહિત, નિરાકાર, ૐકાર, જેમના જ્ઞાનનું સાધન છે તેવા, જેમનામાંથી [વિશ્વ] જન્મે છે, જેમના વડે વિશ્વનું પાલન કરવામાં આવે છે અને જેમનામાં વિશ્વ લય પામે છે [અર્થાત વિશ્વના સર્જક, પાલક અને લયકર્તા] તે ઈશ્વરને હું ભજું છું.     — ૫

परमात्मस्वरूप, अद्वितीय, जगतके आदिकारण, ईच्छारहित, निराकार, ॐकार, जो विश्वके जन्मदाता है एवं ज्ञानके साधन है, जिनसे विश्वका पालन होता है एवं जिनमें विश्व विलिन होता है [अर्थात विश्वके सर्जक, पालक और लयकर्ता] ऐसे ईश्वरका मैं स्मरण करता हुँ । –५

 

 

न भूमिर्न चापो न वह्विर्न वायुर्न
चाकाशमास्ते न तन्द्रा न निद्रा ।
न ग्रीष्मो न शीतं न देशो न वेषो
न यस्यास्ति मूर्तिस्त्रिमूर्ति तमीडे ॥६॥

જે ભૂમિ નથી, જળ નથી, અગ્નિ નથી, વાયુ નથી અને પ્રકાશ પણ નથી, જેને તંદ્રા કે નિદ્રાવસ્થા નથી, જે ઉષ્ણ કે શીતળ નથી, જેમને કોઈ સ્થળ નથી કે વેશ નથી, જેમનું કોઈ રૂપ નથી તેવા તે [સત્વાદિરૂપ] ત્રિમૂર્તિની હું સ્તુતિ કરૂં છું. –૬

जो भूमि नही, जल नही, अग्नि नही, वायु नही एवं प्रकाश भी नही, जिनको तंद्रा एवं निंद्रावस्था नही है, जो सूरजकी भांति गरम और चन्द्रकी भांति शीतल नहीं है, जिनका न कोई स्थल है नाही कोई पहनावा है नाही कोई स्वरूप है ऐसे सात्विक स्वरूपवाली त्रिमूर्तिकी मैं स्तुति करता हुँ । –६

 

 

अजं शाश्वतं कारणं कारणानां
शिवं केवलं भासकं भासकानाम ।
तुरीयं तमःपारमाद्यन्तहीनं
प्रपद्ये परं पावनं द्वैतहीनम ॥७॥

અજન્મા, નિત્ય, કારણોના કારણરૂપ, શિવ કેવળ, પ્રકાશક પદાર્થોના પ્રકાશક, તુરીય, અજ્ઞાનરૂપી અંધકારથી પર, આદિ-અંતથી રહિત, પરમ પાવન, અદ્વિતીય [શિવજી]ને હું શરણે જાઉં છું. –૭

अजन्मा, नित्य, सभी कारणों के कारणरूप शिव केवल प्रकाशित पदार्थोके प्रकाशक, तुरीय, अज्ञानरूपी अंधकारसे उपर, आदि एवंम अंतसे बाहर, परम पावन, अद्वितीय [शिवजी]के शरणमें जाता हुँ । –७

 

 

नमस्ते नमस्ते विभो विश्वमूर्ते
नमस्ते नमस्ते चिदान्दमूर्ते ।
नमस्ते नमस्ते तपोयोगगम्य
नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य ॥८॥

હિ વિભુ ! હે વિશ્વમૂર્તિ ! આપને નમસ્કાર ! આપને નમસ્કાર ! હે ચિદાનંદમૂર્તિ ! આપને નમસ્કાર ! આપને નમસ્કાર ! તપ અને યોગથી પામી શકાય તેવા [હે પ્રભુ !] આપને નમસ્કાર ! આપને નમસ્કાર ! વેદોના જ્ઞાનથી જાણી શકાય એવા [હે પ્રભુ !] આપને નમસ્કાર ! આપને નમસ્કાર ! –૮

हे विभु ! हे विश्वमूर्ति ! आपको प्रणाम हो ! आपको प्रणाम हो ! हे चिदानंदमूर्ति ! आपको प्रणाम हो ! आपको प्रणाम हो ! योग और तपसे मिलनेवाले हे प्रभु आपको प्रणाम हो ! आपको प्रणाम हो ! वेदोके ज्ञानके माध्यमसे मिलनेवाले हे प्रभु ! आपको प्रणाम हो ! आपको प्रणाम हो ! –८

 

 

प्रभो शूलपाणे विभो विश्वनाथ
महादेव शम्भो महेश त्रिनेत्र ।
शिवाकान्त शान्त स्मरारे पुरारे
त्वदन्यो वरेण्यो न मान्यो न गण्यः ॥९॥

હે પ્રભુ ! હે શૂલપાણિ ! હે વિભુ ! હે વિશ્વનાથ ! હે મહાદેવ ! હે શંભુ ! હે મહેશ ! હે ત્રિનેત્ર ! હે ઉમાકાંત ! હે શાંત ! હે સ્મરહર ! હે ત્રિપુરારિ ! [સર્વ દેવોમાં] આપ સિવાય બીજા કોઈ [દેવ] શ્રેષ્ઠ નથી, માનનીય નથી [અને] ગણનીય [પણ] નથી. –૯

हे प्रभु ! हे शूलपाणि ! हे विभु ! हे विश्वनाथ ! हे महादेव ! हे शंभु ! हे महेश ! हे त्रिनेत्र ! हे उमाकांत ! हे शांत ! हे स्मरहर ! हे त्रिपुरारी ! सभी देवोमें आपके अलावा दूसरा कोई और श्रेष्ठ नही है, माननीय नही एवं गिनतीसे बाहर है । –९

 

 

शम्भो महेश करुणामय शूलपाणे
गौरीपते पशुपते पशुपाशनाशिन ।
काशीपते करूणया जगदेतदेकस्त्वं
हंसि पासि विदधासि महेश्वरो॓ऽसि ॥१०॥

હે શંભુ ! હે મહેશ ! હે કરુણામય ! હે શૂલપાણી ! હે ગૌરીપતિ ! હે પશુપતિ ! હે જીવોના પાશનો નાશ કરનારા ! હે કાશીપતિ ! આપ એક જ કરુણાથી આ જગતનો લય કરો છો, રક્ષણ કરો છો અને [તેને] ઉત્પન્ન [પણ] કરો છો. [ખરેખર આપ] મહેશ્વર છો. —૧૦

हे शंभु ! हे महेश ! हे करुणामय हे ! हे शूलपाणी ! हे पशुपति ! हे जीवनबंधनसे मुक्ति देनेवाले ! हे काशीपति ! आपकी एक ही करुणासे ईस जगको चलाते हो, रक्षा करते हो एवं ऊसीको उत्पन्न करते हो, आप ही महेश्वर हो । –१०

 

 

त्वत्तो जगद्भवति देव भव स्मरारे
त्वय्येव तिष्टति जगन्मृड विश्वनाथ ।
त्वय्ये गच्छति लयं जगदेतदीश
लिंगात्मकं हर चराऽचरविश्वरूपिन ॥११॥

હે દેવ ! હે ભવ ! હે કામારિ ! આપનામાં જ જગત સ્થિત છે. હે ઈશ ! હે હર ! હે ચરાચર-વિશ્વરૂપ ! આ લિંગાત્મક જગત આપનામાં જ લય પામે છે. — ૧૧

हे देव ! हे भव ! हे कामारि ! जगत आपमें ही स्थित है । हे ईश ! हे हर ! हे च्रराचर-विश्वरूप ! यह लिंगात्मक जगत आपमें ही लय होता है ॥११॥

 

શ્રી શંકરાચાર્ય
श्री शंकराचार्य

 

ॐ नमः शिवाय

Leave a comment