અસાઈડ

शिवगुरुवन्दना

वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं
वन्दे पन्न्गभूषणं म्रुगधरं पशूनां पतिम ।
वन्दे सूर्यशशांक वह्निनयनं वन्दे मुकुन्दप्रियं
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शंकरम॥ –१

દેવતાના ગુરૂ ઉમાપતિ મહાદેવને હું વંદુ છું. જગતના કારણરૂપને હું વંદુ છું. સર્પભૂષણ મૃગધરને હું વંદુ છું. સૂર્ય, ચન્દ્ર તેમ જ અગ્નિરૂપી ત્રણ નેત્ર ધરાવનારને હું વંદુ છું. વિષ્ણુપ્રિયને હું વંદુ છું. ભક્તજનોના જે આશ્રય છે અને વરદાયક છે તેમને હું વંદુ છું. ભગવાન શિવજીને, શ્રી શંકરને હું વંદુ છું.

देवोंके गुरू उमापति महादेवको मेरा प्रणाम. जगतके कारणरूपको मेरा प्रणाम । सर्पभूषण मृगधरको मेरा प्रणाम। सूर्य, चन्द्र एवं अग्नि समान त्रिनेत्रवालेको मेरा प्रणाम । विष्णुके प्रियको मेरा प्रणाम । भक्तजनोके आश्रयदाता एवं वरदायकको मेरा प्रणाम । प्रभु शिव शंकरको मेरा प्रणाम ।

वन्दे सर्वजगद्विहारमतुलं वन्देन्धकनंध्वंसिनं
वन्दे देवशिखामर्णि शशिनिभं वन्दे हरेर्वल्लभम ।
वन्दे नागभुजंगभूषणधरं वन्दे शिवं चिन्मयं
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शंकरम॥ –२

સમગ્ર જગતમાં વિહાર કરનારને હું વંદુ છું. અંધકાસુરનો નાશ કરનારને વંદુ છું. દેવોમાં શ્રેષ્ઠ અને ચન્દ્ર સમાન શુભ્ર જે છે તેમને હું વંદુ છું. શ્રી હરિના વલ્લભને હું વંદુ છું. નાગ અને સર્પરૂપી આભૂષણ ધારણ કરનારને હું વંદુ છુ. ચિન્મય શિવને હું વંદુ છું. ભક્તજનોના જે આશ્રય છે અને વરદાયક છે તેમને હું વંદુ છું. ભગવાન શિવજીને, શ્રીશંકરને હું વંદુ છું.

सारे जगतमें विहार करनेवालेको मेरा प्रणाम । अंधकासुरका नाश करनेवालेको मेरा प्रणाम । देवोमें श्रेष्ठ एवं चन्द्र समान धवलको मेरा प्रणाम। श्री हरिके वल्लभको मेरा प्रणाम. नाग और सर्परूपी आभूषणको धारण करनेवालेको मेरा प्रणाम। चिन्मय शिवको मेरा प्रणाम. भक्तजनोके आश्रयदाता एवं वरदायकको मेरा प्रणाम ।

वन्दे दिव्यमचिन्त्यमद्वयमहं वन्देर्कदर्पापहं
वन्दे निर्मलमादिमूलमनिशं वन्दे मखध्वंसिनम ।
वन्दे सत्यमनन्तमाद्यमभयं वन्देऽतिशान्ताक्रुर्ति
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शंकरम ॥ –३

દિવ્ય, અચિંત્ય, અદ્વયને હું વંદુ  છું. સૂર્યના દર્પનો વિનાશ કરનારને હું વંદુ છું. નિર્મળ, આદિકારણને હું નિરંતર વંદુ છું. [અથવા અનિશ અર્થાત ચેષ્ટાનો અભાવ જેમનામાં નથી તેમને હું વંદુ છું] દક્ષના યજ્ઞનો નાશ કરનારને વંદુ છું. અનંત, આદ્ય, અભયસ્વરૂપને વંદુ છું. અતિ શાંત આકૃતિને વંદુ છું. ભક્તજનોના જે આશ્રય છે અને વરદાયક છે તેમને વંદુ છું. ભગવાન શિવજી, શ્રી શંકરને હું વંદુ છું.

दिव्य, अचिंत्य, अद्वायको मेरा प्रणाम । सूर्यके अभिमानका नष्ट करनेवालेको मेरा प्रणाम। निर्मल, आदिकारणको मेरा हरदम प्रणाम [एवं अनिश यानि जिनमें चेष्टाका अभाव नहीं है उनको मेरा प्रणाम]। दक्षके यज्ञका नाश करनेवालेको मेरा प्रणाम. अनंत, आद्य, अभयस्वरूपको मेरा प्रणाम । अति शांत आकृतिको मेरा प्रणाम. भक्तजनोके जो आश्रयदाता एवं वरदायक हैं ऐसे प्रभु शिव शंकरको मेरा प्रणाम ।

वन्दे भूरथमम्बुजाक्षविशिखं वन्दे श्रुतीघोटकं
वन्दे शैलशरासनं फणिगुणं वन्देऽधितूणीरकम ।
वन्दे पद्मजसारथिं पुरहरं वन्दे महाभैरवं
वन्दे भक्तजनाश्रयं च वरदं  वन्दे शिवं शंकरं   ॥ -४-

ધરતી જેમનો રથ છે અને ભગવાન વિષ્ણુરૂપી જેમનાં બાણ છે તેમને હું વંદુ છું. શ્રુતિઓ જેમના અશ્વ છે તેમને હું વંદુ છું. મેરુ પર્વતરૂપી જેंમનું બાણ છે અને શેષનાગ જેમના બાણની પણછ છે તેમને વંદુ છું. આકાશ જેમનું ભાથુ [બાણ મૂકવાનું સાધન] છે તેમને હું વંદુ છું. બ્રહ્માજી જેના સારથિ છે તે ત્રિેપુરહરને વંદુ છું, મહાભૈરવને વંદુ છું. ભક્તજનોના જે આશ્રય છે અને વરદાયક છે તેમને વંદુ છું. ભગવાન શિવજીને શ્રીશંકરને વંદુ છું.

जिनका रथ पृथ्वी है और भगवान विष्णु जिनका बाण है उनको मेरा प्रणाम । श्रुतियाँ जिनके अश्व है उनको मेरा प्रणाम. मेरू पर्वत जिनका धनुष है और शेषनाग जिनके धनुषकी पणछ [डोर] है उनको मेरा प्रणाम । आकाश जिनका भथ्था [बाण रखनेका साधन] है उनको मेरा प्रणाम । ब्रह्माजी जिनके सारथि है ऐसे त्रिपुहरको मेरा प्रणाम, महाभैरवको मेरा प्रणाम । भक्तजनोके जो आश्रय है और वरदायक है उनको मेरा प्रणाम. भगवान शिवजी शिवशंकरको मेरा प्रणाम ।

वन्दे पँचमुखाम्बुजं त्रिनयनं वन्दे ललाटेक्षणं
वन्दे व्योमगतं जटासुमुकुटं चन्द्रार्धगंगाधरम ।
वन्दे भस्मकृतत्रिपुण्डजटिलं वन्देऽष्ट्मूर्त्यात्मकं
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शंकरम ॥ ५॥

પંચમુખ તેમ જ ત્રિનયનને હું વંદુ છું. જેમના લલાટમાં નેત્ર છે, તેમને હું વંદુ છું. આકાશવ્યાપી જટારૂપી મુગટ ધારણ કરનારને તેમ જ અર્ધચન્દ્ર અને ગંગાને ધારણ કરનારને વંદુ છું. જેમણે ભસ્મનું ત્રિપુંડ કર્યું છે તથા જે જટાધારી છે તેમને વંદુ છું. અષ્ટમૂર્તિસ્વરૂપ જે  છે તેમને હું વંદન કરું છું. ભક્તજનોના જે આશ્રય છે અને વરદાયક છે તેમને હું વંદુ છું.

पंचमुख एवं त्रिनयनको मेरा प्रणाम । जिनके भालमें नेत्र है उनको मेरा प्रणाम । आकाश समान जटा समान मुकुट पहेनवाले एवं अर्धचन्द्र एवं गंगाको धारण करनेवालेको प्रणाम । जटाधारी जिन्होंने भस्मका त्रिपुंड किया है उनको प्रणाम । जो अष्टमूर्तिस्वरूप है उनको मेरा प्रणाम । भक्तजनोके जो आश्रय है और वरदायक है उनको मेरा प्रणाम. भगवान शिवजी शिवशंकरको मेरा प्रणाम ।।५॥

वन्दे कालहरं हरं विषधरं वन्दे मृडं धूर्जटिं
वन्दे सर्वगतं दयामृतनिधिं वन्दे नृसिंहापहम ।
वन्दे विप्रसुरार्चिताङिघ्रकमलं वन्दे भगाक्षापहं
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिव शंकरम ॥६॥

કાળનું હરણ કરનારને હરને, વિષધરને હું વંદુ છું.  સુખસ્વરૂપ ધૂજટિને હું વંદુ છું. સર્વવ્યાપી અને દયામૃતના સાગરને હું વંદુ છું. નૃસિંહના મદનું હરણ કરનારને વંદુ છું. જેમનાં ચરણકમળો બ્રાહ્મણો અને દેવોથી પૂજિત છે તેમને હું વંદુ છું. જે ભગનેત્રોનો વિનાશ કરનાર છે તેમને વંદુ છું. ભક્તજનોના જે આશ્રય અને વરદાયક છે તેમને હું વંદુ છું. ભગવાન શિવજીને, શિવશંકરને હું વંદુ છું.

कालका नष्ट करनेवाले हरको, विषधरको मेरा प्रणाम । सुखदेनेवाले ध्रूजटिको मेरा प्रणाम । सर्वव्यापी एवं दयाके सागरको मेरा प्रणाम । नृसिंहके मदको नष्ट करनेवालेको प्रणाम । ब्राह्मिन एवं देव जिनके चरणकमलकी पूजा करते है उनको प्रणाम । भगनेत्रोके विनाशकरनेवालेको प्रणाम । भक्तजनोके जो आश्रय है और वरदायक है उनको मेरा प्रणाम. भगवान शिवजी शिवशंकरको मेरा प्रणाम ।।६॥

वन्दे मंगलराजताद्रिनिलयं वन्दे सुराधीश्वरं
वन्दे शंकरमप्रमेयमतुलं वन्दे यमद्वेषिणम ।
वन्दे कुण्डलिराजकुण्डलधरं वन्दे सहस्त्राननं
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शंकरं ॥७॥

મંગળ રાજતાદિ પર્વત પર નિવાસ કરનારને વંદન કરું છું. દેવોના અધીશ્વરને વંદન કરું છું.  અપ્રમેય, અતુલનીય શ્રીશંકરને વંદુ છું. યમરાજના દ્વેષી અર્થાત મૃત્યુના ભયને દૂર કરનારને વંદુ છું. નાગરાજ વાસુકીરૂપી કુંડળ ધારણ કરનારને વંદુ છું. સહસ્ત્ર મુખ ધરાવનારને હું વંદુ છું. ભક્તજનોના જે આશ્રય છે અને વરદાયક છે તેમને વંદુ છું. ભગવાન શિવજીને, શ્રીશિવશંકરને વંદુ છું.

मंगलकारी राजतादि पर्वतके उपर रहनेवालेको मेरा प्रणाम । देवाधीश्वरको प्रणाम । श्रीशंकर जो अप्रमेय, अतुलनीय है उनको प्रणाम । यमराजके द्वेषी यानी मृत्युके भयको करनेवालेको प्रणाम । नागराज वासुकी जिनके कानके कुंडल है उनको प्रणाम । सहस्त्रमुखीको मेरा प्रणाम । भक्तजनोके जो आश्रय है और वरदायक है उनको मेरा प्रणाम. भगवान शिवजी शिवशंकरको मेरा प्रणाम ।।७॥

वन्दे हंसमतीन्द्रियं स्मरहरं वन्दे विरूपेक्षणं
वन्दे भूतगणेशमव्ययमहं वन्देऽर्थराज्यप्रदम ।
वन्दे सुन्दरसौरभेयगमनं वन्दे त्रिशूलायुधं
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिव शंकरं ॥८॥

અતીન્દ્રિય, સ્મરહર તેમ જ આત્મરૂપથી વિરાજમાન પ્રભુને હું વંદુ છું. વિરૂપાક્ષને વંદુ છું. ભૂતગણના સ્વામીને, અવ્યયને વંદુ છું. સંપત્તિ તેમ જ રાજ્યનું પ્રદાન કરનારને વંદુ છું. સુંદર વૃષભ ઉપર સવારી કરનારને વંદુ છું.   ત્રિશૂળરૂપી આયુધ ધારણ કરનારને વંદુ છું. ભક્તજનોના જે આશ્રય છે અને વરદાયક છે તેમને વંદુ છું. ભગવાન શિવજીને, શ્રીશંકરને વંદુ છું.

अतीन्द्रिय, स्मरणीय एवं आत्मरूपसे बिराजमान प्रभुको मेरा प्रणाम । विरूपाक्षको प्रणाम । भूतगणके स्वामीको, अव्ययको प्रणाम । संपत्ति एवं राज्यको प्रदान करनेवालेको प्रणाम । सुंदर बैल पर सवारी करनेवालेको प्रणाम । त्रिशूल जैसे शस्त्रको धारणकरनेवालेको प्रणाम । भक्तजनोके जो आश्रय है और वरदायक है उनको मेरा प्रणाम. भगवान शिवजी शिवशंकरको मेरा प्रणाम ।। ८॥

वन्दे सूक्ष्ममनन्तमाद्यमभयं वन्देऽन्धेकारापहं
वन्दे रावणनन्दिभृंदिविनतं वन्दे सुपर्णावृतम ।
वन्दे शैलसुतार्धभागवपुषं वन्दे भयं त्र्यम्बकं
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शंकरम ॥९॥

સૂક્ષ્મ, અનંત, આદ્ય, અભયસ્વરૂપને હું વંદુ છું. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારને વંદુ  છું. રાવણ, નંદી, અને ભૃંગીથી વંદિતને હું વંદુ છું. દેવી પાર્વતીથી આલંગિતને વંદુ છું. પર્વતપુત્રી દેવી પાર્વતીરૂપી જેમનો દેહાર્ધ છે તેમને હું વંદુ છું. [પાપરૂપી શત્રુઓ માટે] ભયસ્વરૂપ ત્રિનેત્રને વંદુ છું. ભક્તજનોના જે આશ્રય છે અને વરદાયક છે તેમને વંદુ છું. ભગવાન શિવજીને શ્રીશંકરને વંદુ છું. — ૯–

सूक्ष्म, अनंत, आद्य, अभयस्वरूपको मेरा प्रणाम । अज्ञानरूपी अंधकारका नाश करनेवालेको प्रणाम । जिनको रावण, नंदी, भृंगी वंदन करते है उनको मेरा प्रणाम । जिनको पार्वती आलिंगन करती है उनको मेरा प्रणाम । पर्वतपुत्री पार्वती जिनका आधाअंग है उनको मेरा प्रणाम । [पापी शत्रुओके लिये] भयस्वरूपी त्रिनेत्रवालेको प्रणाम । भक्तजनोके जो आश्रय है और वरदायक है उनको मेरा प्रणाम. भगवान शिवजी शिवशंकरको मेरा प्रणाम ।। ९॥

वन्दे पावनमम्बरात्मविभवं वन्दे महेन्द्रेश्वरं
वन्दे भक्तजनाश्रयामरतरूं वन्दे नताभीष्टदम ।
वन्दे जह्नुसुताम्बिकेशमनिशं वन्दे गणाधीश्वरं
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शंकरं ॥१०॥

આકાશસ્વરૂપી જેમનો વૈભવ છે તેવા પવિત્ર [શિવજી]ને વંદુ છું. મહેન્દ્રના ઈશ્વરને હું વંદુ છું.ભક્તજનો માટે જે કલ્પવૃક્ષ સમાન આશ્રય છે તેમને વન્દુ છું. નમસ્કાર કરનારને અભીષ્ટ ફળ પ્રદાન કરનારને વંદુ છું. જહ્નુમુનિની પુત્રી જાહ્નવીના તેમ જ અંબિકાના સ્વામીને હું સતત વંદન  કરું છું. ગણાધીશ્વરને હું વંદુ છું. ભક્તજનોના જે આશ્રય છે અને વરદાયક છે તેમને વંદુ છું.   ૧૦

आकाश जिनका वैभव है ऐसे पवित्र शिवजीको प्रणाम । महेन्द्रके ईश्वरको मेरा प्रणाम । भक्तजनोके लिये जो कल्पवृक्ष जैसे आश्रयदाता है उनको मेरा प्रणाम । नमन करनेवालेको अभीष्ट फल प्रदान करनेवालेको प्रणाम । जह्नमुनिकी पुत्री जाह्नवीके एवं अंबिकाके स्वामीको मेरा हमेशा प्रणाम । गणाधीश्वरको मेरा प्रणाम । भक्तजनोके जो आश्रय है और वरदायक है उनको मेरा प्रणाम. भगवान शिवजी शिवशंकरको मेरा प्रणाम ।। १०॥

ૐ નમઃ શિવાય

शिववन्दना

Advertisements

One comment on “शिववन्दना

  1. પિંગબેક: शिवगुरुवन्दना…… « તુલસીદલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s