ગંધર્વરાજ પુષ્પદંત

                             આજે શ્રાવણ સુદ બીજ

                  કથા શિવમહિઁમ્નસ્તોત્ર રચૈતા પુષ્પદંતની

    કોઈને પ્રસન્ન કરવા હોય તો સ્તુતિ શ્રેષ્ઠ સાધન છે. તેનાંથી પ્રભુ આશુતોષ પણ બાકાત નથી રહ્યા. પ્રભુ આશુતોષની અનેક સ્તુતિ કરતા અનેક સ્તોત્રો હોવા છતાં શિવભક્તોમાં શિવમહિમ્ન સ્તોત્ર આબરભાવ સાથે લોકપ્રિય છે. શિવજીની સ્તુતિ રૂપે શિવમહિમ્ન સ્તોત્રના રચૈતા ગંધર્વરાજ પુષ્પદંત છે.

લોકકથા મુજબ…..

સંગીત અને કલામાં નિપુણ એવા ગંધર્વરાજ પુષ્પદંત મહાદેવજીના પરમ ભક્ત હતા. તે નિયમિત રીતે શિવજીની આરાધના કરતા પૂજા અર્ચના કરતા હતા.
એક વખતે તે જ્યારે સૂક્ષ્મ રીતે આકાશગમન કરી રહ્યા હતા ત્યારે તેમની નજર ચિત્રરથ નામના રાજાના ઉદ્યાન પર પડી. પુષ્પોની સુગંધથી લાલચિત પુષ્પદંતે ઉદ્યાનમાં પ્રવેશ કરી ભગવાનની પૂજા માટે બધા ફૂલો વીણી લીધા. બીજા દિવસે પણ આ ક્રમ ચાલુ રહ્યો. ધીમે ધીમે આ આદત પડી ગઈ. આમ સુગંધી ફૂલોની ચોરી થવાથી રાજા ચિત્રરથે ચોરને પકડવા ઉપાય શોધી કાઢ્યો. તેણે શિવજીને અર્પણ કરેલા પુષ્પો તથા બિલિપર વેરાવ્યા.

      રોજના નિયમ મુજબ પુષ્પદંત તે દિવસે પણ બાગમાં સુગંધી પુષ્પ ચૂટવા લાગ્યા. પોતાના કાર્યમાં મશગુલ પુષ્પદંતને પથરાયેલા શિવનિર્માલ્ય પુષ્પ તથા બિલિપત્ર પ્રત્યે ધ્યાન ગયું નહી. અજાણતા શિવ નિર્માલ્યને ઓળંગી શિવ અપરાધી બન્યા. પરિણામે અંતર્ધ્યાન – અદૃશ્ય થવાની શક્તિ હણાઈ ગઈ. જેવા દૃશ્યમાન થયા કે છુપાયેલા રાજાના સિપાઈઓએ તેમને પકડી લીધા. પુષ્પદંતને પોતાની ભૂલ સમજાઈ ગઈ. પોતાની ભૂલ સુધારવા માટે ભગવાન શંકરને પુનઃ પ્રસન્ન કરવા તેમણે શિવજીની જે સ્તુતિ કરી તે ‘શિવમહિમ્ન સ્તોત્ર’ કહેવાયું. અને કહેવાય છે કે પુષ્પદંતની આ સ્તુતિથી પ્રભુ પ્રસન્ન થયા અને પુષ્પદંતે દૈવી શક્તિ પુનઃ પ્રાપ્ત કરી.

     આ સ્તોત્રમાં ભગવાન શિવની પુરાણોક્ત કથાનો ઉલ્લેખ કરી, વિવિધ શબ્દો દ્વારા ઈશ્વર પ્રત્યેના ભક્તિભાવો પ્રગટ કરાયા છે. આવા પવિત્ર સ્તોત્રનું શિવજી સમક્ષ ગાન કરનાર અનંત પુણ્યોનો ભાગી બને છે. ભગવાનની મહિમાના ગુણગાન પ્રભુ ભક્તિને દૃઢ કરવામાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે.

                                                                  — સંકલિત

                                           
                                             ૐ નમઃ શિવાય

Advertisements

2 comments on “ગંધર્વરાજ પુષ્પદંત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s