રુદ્રાક્ષનું શિવલિંગ

                        આજે વૈશાખ સુદ દસમ

 

            મુંબઈના કાંદિવલીમાં ચાલતી ભાગવત કથાનું એક અનોખું આકર્ષણ એટલે 10,51,000 રુદ્રાક્ષથી બનેલું શિવલિંગ. જેનું નિર્માણ શ્રી બટુકભાઈ વ્યાસે કર્યું છે જેમનું નામ ‘ગિનીઝ બુક ઓફ વર્ડ’માં છે.

રુદ્રાક્ષનું શિવલિંગ

રુદ્રાક્ષનું શિવલિંગ

રુદ્રાક્ષના આ 20 ફૂટના શિવલિંગ બનાવનાર શ્રી બટુકભાઈ રુદ્રાક્ષ વિષે લખે છે કે………..

રુદ્રાક્ષ એ શિવજીનો ચમત્કાર છે. આપણા પુરાણોમાં પણ રુદ્રાક્ષ વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  રુદ્ર અને અક્ષ આ બે શબ્દને ભેગા કરવાથી રુદ્રાક્ષ શબ્દ બને છે. રુદ્ર એટલે ભગવાન શિવ- મહાદેવ – શંકર – ભોળાનાથ. અક્ષ એટલે આંખ – નયન – લોચન – નેત્ર – ચક્ષુ.

 રુ એટલે અંધકાર, અજ્ઞાન, મલીનતા, પાપ, દોષ, ભય, પીડા

દ્ર એટલે દ્રવવું, પીગળવું, ઓગળવું, મુક્ત થવું, છૂટવું.

  અજ્ઞાન, અંધકાર, મલીનતા, પાપ, દોષ, કષ્ટ, ભય, પીડા સંતાપ આદિને ઓગાળવા, પીગાળવા કે તેમાંથી મુક્ત કરવા શિવજીએ કરુણા કરીને નેત્રમાંથી કરુણાબિન્દુ વરસાવ્યા તે રુદ્રાક્ષ. રુદ્રાક્ષ એ સત્ય છે, સનાતન છે. સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. રુદ્રાક્ષ એ સંજીવની સમાન છે. રુદ્રાક્ષને કોઈપણ વ્યક્તિ ધારણ કરી શકે છે.

  રુદ્રાક્ષ વિવિધ નામે ઓળખાય છે 

સંસ્કૃતમાં      અમરા, ભૂતનાશન, હરકશા [હરક્ષા], નીલકંઠક્ષા, પાવન, રુદ્રાક્ષ, શર્વક્ષા, શિવક્ષા, શિવપ્રિય, ત્રિનમેરુ .

ગુજરાતીમાં     રુદ્રાક્ષ, શિવનેત્રબિંદુ

હિન્દીમા         રુદ્રાક્ષ
મરાઠી અને કન્નડમાં રુદ્રાખ
બંગાળીમાં રુદ્રાક્ય
મલયાલમમાં  રુદ્રાક્ષમ
તમિળમાં અક્કમ, ઈરાતાઈયુરુતિરશમ, કૌરી ચંગામણિ, ઉરુતિરક્કમ, ઉરુતિરદયમ
તેલગુમાં  રુદ્રાચલ્લુ
ઉડિયામાં   રુદ્રાખ્યો

 વધુ વાંચો

 રુદ્રાક્ષ [દિવ્ય જીવન અમૃત]માં 
  
લેખક શ્રી બટુકભાઈ વ્યાસ.

 

                                                       ૐ નમઃ શિવાય

8 comments on “રુદ્રાક્ષનું શિવલિંગ

Leave a comment