શિવ તાંડવ નૃત્ય અને નટરાજ નૃત્યનું રહસ્ય

                     

                          આજે ચૈત્ર સુદ દસમ

 

શિવ તાંડવ નૃત્ય અને નટરાજ નૃત્યનું રહસ્ય

 

 

pn_11

 

 

 

 શિવરાત્રિનો દિવસ ભગવાન શંકરની આરાધનાનો દિવસ.ભગવાન શિવજીને નટરાજ કહેવાય છે. શિવજી જ્યારે નૃત્ય કરે છે તેને તાંડવ નૃત્ય કહેવાય છે. 

 આ તાંડવ નૃત્ય સમજવા જેવું છે. વિરભદ્ર સાથે સંકળાયેલું આ તાંડવ નૃત્ય તામસિક રૂપ ભૈરવ કહેવાય છે. સિવજી સ્મશાનમાં જાય છે અને ભૂત પિશાચો સાથે અડબંગ રીતે નાચ કરે છે. શિવજીના તાંડવ નૃત્યની ઉત્પત્તિ કોઈ અનાર્ય દેવ દ્વારા થઈ છે, અંશતઃ દેવ-દાનવ હતા અને વિહાર કરતા હતા. પુરાણોમાં શિવ અને દેવીના સ્મશાન નૃત્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

 

કપિલપુરાણમાં નટરાજના નાદાંત નૃત્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાસ્કવનમાં ઋષિઓએ પ્રાર્થના કરી અને પરિણામે નાદાંત નૃત્યનું રહસ્ય દેવો અને ઋશિઓ પામી શક્યા. જેમાં નટરાજને ચાર ભૂજાઓ છે. ફેશ બાંધેલા છે અને રત્નોથી અલંકૃત છે. નીચેની લટો ગળા ફરતી રહે છે. જમણા કાને પુરુષના અને ડાબા કાને સ્ત્રીનાં કુંડળ છે અને હાર, કંકણ અને રત્નજડિત મેખલાઓથી શણગારેલા છે.

 

નટરાજનો મુખ્ય પોષાક ઊપવિત જ છે. એક જમણા હાથમાં ડમરૂ અને બીજા ડાબો હાથ પગ તરફ સંકેત કરતો સંકેત કરતો છે. એક જમણો હાથ અભય હસ્ત છે અને બીજા ડાબા હાથમાં અગ્નિ છે. જમણો પગ મુલયક દૈત્યના માથા પર છે અને ડાબો પગ ઊંચો થયેલો છે.

 

  નટરાજ શિવમાં ત્રણ ભાવ છે. એમનું નૃત્ય એમના નિયમિત કાર્યકલાપોના પ્રતિક રૂપ છે. બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુનં ચાલન કરનારી શક્તિનો મૂળ સ્ત્રોત આ નૃત્ય છે. બ્રહ્માંડનું દ્યોતકમંડળ છે. જીવાત્માઓને માયાના બંધનમાંથી મુક્ત કરવા એ આ નૃત્યનો મુખ્ય હેતુ છે.

 

    બ્રહ્માંડના રાત્રિકાળમાં પ્રકૃતિ નિશ્ચલ રહે છે અને શિવની ઈચ્છા ન થાય ત્યાં સુધી એ નાચી શકતી નથી. શિવજી  નટરાજ નૃત્ય નિશ્ચલ પ્રકૃતિમાં તરંગો ઉત્પન્ન કરે છે. નૃત્ય કરતાં કરતાં યોગ્ય સમયે અગ્નિ દ્વારા બધાં નામરૂપોનો સંહાર કરી નાખે છે અને પ્રકૃતિને વિશ્રામ આપે છે.

 

શિવનાં બન્ને નૃત્યોનું માહાત્મ્ય ફક્ત જીવને માયાના બંધનમાંથી છોડાવવાનો છે. બન્ને નૃત્યનો ભેદ એ છે કે નટરાજ નૃત્યમાં શિવ પ્રસન્ન થાય છે જ્યારે તાંડવ નૃત્યમાં શિવજી નારાજ થાય છે.

 

 

જાણ ખાતર દક્ષિણ ભારતમાં તિરૂવનંતપુરમ નજીક શિવલિંગનું નહીં, પણ શિવની મૂર્તિની પૂજા થાય છે.

 

                                            — સંકલિત     

 

    

   

 

                               ૐ નમઃ શિવાય      

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s