અંબરનાથ

                                 આજે ફાગણ વદ ત્રીજ

[rockyou id=134305318&w=426&h=319]

અંબરનાથ

    અંબરનાથ એટલે ‘આકાશપતિ’. અંબરનાથનું મંદિર 10મી સદીમાં બનાવાયેલું શિવજી મંદિર છે. વાલ્ધુની નદી કિનારે આવેલું આ મંદિર મુંબઈનું સૌથી જુનું મંદિર છે. અહીંનું શિવ લિંગ સ્વયંભૂ છે. તેમાં બ્રહ્મા.વિષ્ણુ, મહેશ એમ ત્રણ દેવતા આ લિંગમાં દેખાય છે. આ મંદિરનું સ્થાપત્યમાં ‘હેમદપંથ’ની ઝલક સ્પષ્ટ જણાય છે. કહેવાય છે કે આ મંદિર પાંડવોએ બંધાવેલું છે પણ એવા કોઈ પુરાવા મળ્યા નથી. ઉત્તરમુખી દ્વાર જણાવે છે કે તેનું સ્થાપત્ય 1060માં બન્યું હશે. કાળક્રમે ઘસાઈ જતાં તેનુ ફરીથી નિર્માણ કાર્ય સિલ્હાર વખતના રાજા ચિત્તરાજાએ હાથ ધર્યું હયતુ. કાળા પથ્થરમાંથી બનેલું મંદિર ખાસ મોટું નથી પણ તેનું સ્થાપ્ત્ય સુંદર છે. શિવજી, ગણપતિ તેમજ નંદીની મૂર્તિઓ દિવાલોમાં કંડારાયેલી છે. તેનાં સ્તંભ પણ સુંદર મૂર્તિઓથી કંડારાયેલી છે. માનવ સર્જિત બહુ ઓછા સ્થાપત્યો છે કે જેવા કંડારાયેલા છે તેવા ને તેવા રહ્યા હોય અંબેશ્વરનું આ શિવાલય એમાં એક છે. પણ રાજ્ય સરકાર તરફથી તેની જાળવણી કે પ્રસિદ્ધિ મળી નથી એ આપણું દુર્ભાગ્ય છે.

   મુંબઈથી 65 કિલોમીટર દૂર તેમજ સેંટ્રલ મુંબઈમાં આવેલા થાણાથી 40 કિલોમીટર અને બદલાપુરથી 6 કિલોમીટર દૂર આવેલું છે. કરજત અને પુણેના રસ્તે આવેલું છે.   શ્રાવણ મહિનામાં અને સોમવારે અહીં ભાવિકોની ભીડ રહે છે. મહાશિવરાત્રિએ અહીં મેળો ભરાય છે. તે છતાં અહીં લોકો આ મંદિરથી અજાણ છે.

    હું બે દિવસ પહેલા એટલે ધુળેટીને દિવસે અહીં દર્શનાર્થે ગઈ હતી. મંદિરનું પરિસર ખૂબ સરસ અને મોટું છે. પાણીનો અભાવ છે. ત્યાં કોઈ પૂજારી પણ ન મળ્યા. બાજુમાં માતાજીનું મંદિર છે.જોવા લાયક અને જવા લાયક સ્થળ છે.

 

                                     ૐ નમઃ શિવાય

Advertisements

2 comments on “અંબરનાથ

  1. પિંગબેક: ચાલો મુંબઈની સહેલગાહે « મેઘધનુષ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s