શિવખોડી

                                       આજે પોષ સુદ બારસ

 

                                                શિવખોડી

          હિન્દુ ધર્મમાં દેવાધિદેવ મહાદેવની આરાધના ઉપાસનાનું અનેરું મહત્વ છે. બાર જ્યોતિર્લિંગ સહિત હજારો સ્વયંબૂ શિવલિંગ શિવજીનું અનોખુ મહાત્મય દર્શાવે છે. આપણા પ્રમુખ ધાર્મિક સ્થળોમાં જમ્મુ-કાશ્મીરમાં સ્થિત અમરનાથ અને વૈષ્ણોદેવી અગ્રસ્થાન ધરાવે છે. જોકે અમરનાથજીની યાત્રાનો સમય મર્યાદિત છે. પરંતુ વૈષ્ણોદેવી વર્ષ દરમિયાન ગમે તે સમયે જઈ શકાય છે. અહીં જ શિવજીનું એક અનોખુ અદભૂત સ્થાન આવેલું છે તે શિવખોડી. એકવાર શ્રદ્ધાળુ શિવખોડીના દર્શન કરે છે પછી તેના મન પર એક અનોખી છાપ પડી જાય છે.

    પૌરાણિક કથા અનુસાર પ્રભુ આશુતોષ શિવજી કૈલાસ પર સમાધિલીન હતા. તેમણે જ્યારે સમાધિમાંથી આંખો ખોલી ત્યારે ભસ્માસૂરને તપ કરતાં જોયો. ભસ્માસૂરને તપસ્યા કરતો જોઈ શિવજીએ તેની ઈચ્છા અનુસાર વરદાન આપ્યું. ભસ્માસૂરનું એ વરદાન હતું કે તે જેના શિરે પર હાથ મૂકે તે બળીને ભસ્મીભૂત થઈ જાય.મહાદેવનું આ વરદાન પામીને ભસ્માસૂર શકિશાળી થઈ ગયો. તેના મનમાં ત્રણે લોકના સ્વામી બનવાની ઈચ્છા જાગી.

       બન્યું એવું કે એકવાર કૈલાસ જતા શિવ પાર્વતી વિશ્રામ કરવા એક જગ્યાએ રોકાઈ ગયા. તે જગ્યાએ અચાનક ભસ્માસૂર ત્યાં આવી ચઢ્યો. આ સ્થળે શિવજી અને ભસ્માસૂર વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલુ થઈ ગયું. તેથી આ સ્થળ આજે ‘રંશૂ’ [રણકસૂ] ના નામે ઓળખાય છે. રણ એટલે યુદ્ધ અને સૂ એટલે સ્થાન. આમ આ સ્થળ રણ-સૂના નામે ઓળખાયું. કાળાંતરે તે રંશૂ નામે ઓળખાવા લાગ્યું.

     પોતાના વરદાનની મર્યાદા જાળવવા શિવજીએ યુદ્ધક્ષેત્ર છોડી ભાગવાનું ઉચિત માન્યું. તેમણે પોતાનું ત્રિશુળ ફેંક્યું અને પાર્વતીજીને લઈને નંદી પર સવાર થઈને ત્રિશૂળની પાછળ ચાલવા લાગ્યા. આ ત્રિશૂળ એક પહાડમાં જે સ્થાને ટકરાયું ત્યાં વિશાળ ગુફા બની ગઈ. ભોલેબાબા અને પાર્વતીજી ગુફામાં ચાલ્યા ગયા તેમની માયાવી શક્તિથી ગુફાનું દ્વાર બંધ થઈ ગયું. ગુફાનું દ્વાર બંધ હોવાને કારણે પીછો કરતાં ભસ્માસૂરને ગુફાના દ્વારથી પાછા ફરવું પડ્યું. અહીં ભોલેબાબા સમાધિ લગાવી બેસી ગયા. ત્યારથી આ સ્થાન શિવખોડીના નામે ઓળખાયું.

          શિવખોડી એટલે શિવની ગુફા.

     ઉધમપુર જિલ્લાના રિઈસુ તાલુકાના રંશૂ ગામે આવેલી શિવખોડી કટરાથી 80 કિ.મી. દૂર છે. અહીં બસ અથવા મોટર દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. શિવખોડીની ગુફા સુધી પહોંચવા લગભગ 4 કિ.મી. જેટલું ચઢાણ ચઢવું પડે છે. જોકે હવે તો ડોલી અને ઘોડાની સગવડ પણ થઈ છે. શિવખોડી સ્થાનક પર પહોંચતા સામે એક ગુફાના દર્શન થાય છે. ગુફા સુધી પહોંચવા 60 પગથિયા ચઢવા પડે છે. ગુફાનું પ્રવેશદ્વાર 15 ફૂટ પહોળું અને 20 ફૂટ ઊંચું છે. ગુફાની અંદર પ્રવેશવા માટે અંદર ખૂબ સાંકડા રસ્તામાંથી પસાર થવું પડે છે. અંદર ખૂબ અંધારું હોય છે તેથી ટોર્ચ સાથે રાખવી જરૂરી છે. તેમાં ક્યારેક બેસીને તો ક્યારેક વાંકા વળીને તો વળી ક્યારેક આડાઅવળા થઈને પસાર થવું પડે છે. ચમત્કારી વાત તો એ છે કે રસ્તો ગમેતેટલો સાંકડો રસ્તો હોય પણ જાડી વ્યક્તિ પણ પસાર થઈ શકે છે. ત્યારબાદ 6 પગથિયા ચઢી સામે જ ભગવાન આશુતોષ ઓધડદાની બાબા શિવના શિવલિંગના દર્શન થાય છે. શિવલિંગની બરોબર ઉપર કામધેનુ ગાયની આકૃતિ બનાવી છે જેનાં આંચળમાંથી શિવલિંગ પર સતત જળ ટપકતું રહે છે. શિવલિંગની બાજુમાં પિંડ સ્વરૂપે પાર્વતીજી બિરાજ્યા છે. સાથે સાથે કાર્તિકજી અને પંચમુખી ગણપતિજી પણ બિરાજ્યા છે. ગુફાની છત કુદરતી પથ્થરોની બનેલી છે અને એની ઉપર કુદરતી રીતે કંડારાયેલા ૐ, ત્રિશૂળ, શેષનાગ સાથે સંપૂર્ણ દરબાર સ્પષ્ટ નજરે પડે છે. ગુફાની એક તરફ મહાકાળી મા.સરસ્વતી મા બિરાજમાન છે. અહીં પાંચ પાંડવોના પિંડ પણ છે. જમણી તરફ ગૌરીકુંડ, ગૌરી ગણેશ તેમ જ લક્ષ્મી નારાયણ બિરાજમાન છે. અહીંથી ગુફાનો રસ્તો સીધો અમરનાથ સુધી પહોંચે છે, પરંતુ આ માર્ગ બંધ રાખવામાં આવ્યો છે.

         મોટેભાગે લોકો શિવખોડી દર્શન કરી પાછા ફરતા હોય છે અને જેને રોકાવું હોય તો રહેવાની સગવડ છે.

 

                                                      ૐ નમઃ શિવાય

Advertisements

2 comments on “શિવખોડી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s