શિવતત્વ

                                આજે માગશર વદ ચૌદસ

શિવજી

શિવજી

 

 

[ ડૉ.ગૌતમભાઈ પટેલનાં લેખો મોકલ્યા બદલ આપણા માનવંતા વાચક શ્રી મનવંતભાઈ પટેલની હું ખૂબ આભારી છું. તેઓ મને તેમની નાની બહેન માને છે અને મારો ખૂબ આદર પણ કરે છે. તેમને મારા ભાવપૂર્ણ નમસ્કાર.]

શ્રી ડૉ. ગૌતમભાઈ આગળ લખે છે……….

માંડુક્ય ઉપનિષદ એક બાજુ આત્મનું અને બીજી બાજુ શિવનું વર્ણન કરતા કહે છે:

અદૃષ્ટમ અવ્યવહાર્યમ અગ્રાહ્યમ
અલક્ષ્યમ અચિંત્યમ અવ્યપદેશ્યમ
એકાત્મપ્રત્યયસારમ પ્રપશ્ચોપશમમ
શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ
મન્યતે સ આત્મા [શિવઃ] સવિજ્ઞેયઃ

     અદૃષ્ટ એટલે એમને આંખથી જોઈ ન શકાય, અવ્યવહાર્ય –જેને વ્યવહારમાં લાવી ન શકાય. અગ્રાહ્ય – હાથથી પકડી ન શકાય. અલક્ષ્ય – લક્ષ્ય ન બને . અચિંત્ય, અવ્યપદેશ્ય – જેને માટે કોઈ વ્યપદેશ- બહાનું ન કાઢી શકાય, એકાત્મ – પ્રત્યય – સાર અર્થાત એક આત્મારૂપી ખ્યાલ કે વિચારનો સાર. પ્રપંચ અર્થાત સંસારનું ઉપશમ એટલે શાંતિ કરનાર, શાંત, કલ્યાણરૂપ અદ્વૈત રજ કે તમગુણથી પર છે, નિર્વિકાર છે. તેનામાં કોઈ વિકાર કે ફેરફાર થતો નથી. નિરાબાધ – તેમનો કોઈ રીતે બાધ થતો નથી. રજ્જુમાં સર્પની ભ્રાંતિ થાય પછી જ્યારે એ રજ્જુ જ છે, સર્પ નથી એવું જ્ઞાન થાય ત્યારે ત્યાં સર્પનો બાધ થયો એમ કહેવાય. શિવનો આવી રીતનો કોઈ બાધ થતો નથી. એ નિર્વિકલ્પ છે.

      એમનામાં ‘આ છે’ કે ‘તે છે’ એવી કોઈ જાતના વિકલ્પો શક્ય નથી. નિરીહ એટલે તે કોઈપણ પ્રકારની ઈહા-ઈચ્છાથી પર છે. તેમને કંઈ મેળવવાનું નથી કે તેમનામાં કંઈ ખૂટતું જ નથી પછી તે શેની ઈચ્છા કરે? એ તો નિરંજન છે. નિત્યયુક્ત એટલે નિત્ય યોગી છે. નિરાશ – કોઈપણ પ્રકારની આશાથી પર છે. નિરાધાર – એને કોઈ આધારની જરૂર નથી, કારણ એ પોતે જ સૌનો આધાર છે અને સદૈવ મુકત છે. જગત માં આપણે બધા બંધાયેલા છીએ. શિવ તો મુક્ત જ છે. આપણે સૌ જીવો ‘પશુ’ છીએ અને શિવ ‘પશુપતિ’ છે.

નિરંતરો નિર્ગુણો નિર્વિકારો
નિરાબાધો નિર્વિકલ્પો નિરીહઃ
નિરજ્જનો નિત્યયુક્તો નિરાશો
નિરાધારો નિત્યમુક્તઃ સદૈવ સદૈવ હિ

    ભગવાન શિવ સદૈવ આત્મરત છે. અપવિત્રતા નથી. માથા પર ગંગા છે માટે કોઈ પવિત્રતાનો ખ્યાલ નથી. શરીરે ભસ્મ છે તો કોઈ ઉદ્વેગ નથી કે પછી પાર્વતી આલિંગન આપે તેનું કોઈ સુખ નથી. શિવ દરેક અવસ્થામાં સમરસ છે. એક જ છે, એમની કોઈ જ રીતિ-વૃત્તિ-પ્રવૃત્તિમાં ફેર પડતો નથી.

ભીતિર્નાસ્તિ ભુજંગપુંગવવિષાત
પ્રીતિર્ન ચન્દ્રામૃતાત હિ કપાલદાલુલનાત
શૌચં ન ગંગાજલાત
નોદ્વેગનિશ્ચિતિ ભસ્મના ન ય સુખં
ગૌરીસ્તનાલિંગનાત
આત્મારામતયા હિતાહિતસમઃ
સ્વસ્થો હરઃ પાતુ વઃ

વાસ્તવમાં Shiva forms the very supreme unity of all contradictions.

[વધુ આવતા લેખમાં]

                                                     ૐ નમઃ શિવાય

Advertisements

2 comments on “શિવતત્વ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s