શિવતત્વ

                                                   શિવતત્વ

                                આજે માગશર સુદ ચોથ

શિવ - શિવલિંગ

શિવ - શિવલિંગ

શ્રી ગૌતમભાઈ પટેલ કહે છે………

     વેદોમાં ભગવાનના બે સ્વરૂપની પૂજા થાય છે. સાકાર સ્વરૂપ અને નિરાકાર સ્વરૂપ. જેમ શાલીગ્રામ એ નારાયણનું નિરાકાર સ્વરૂપ છે તેમ શિવલિંગ એ શિવજીનું નિરાકાર સ્વરૂપ છે.

      શિવની ઉપાસના છેક વેદના કાળથી ભારતમાં ચાલી આવી છે. આજે પણ ભારતમાં અને ભારત બહાર અનેક દેશોમાં વસતા બ્રાહ્મણો જે રૂદ્રી કરે છે તેમાં ભગવાન શિવજીના સ્વરૂપની અભૂતપૂર્વ ચર્ચા-વિચારણા થઈ છે. એ ઘોર પણ છે અને અઘોર પણ છે. એ અમંગલમયશીલ ધરાવે છે અને છતાંયે ભક્તોનું સદૈવ મંગલ કરે છે. એમણે હળાહળ વિષપાન કર્યું છે છતાં એ અજર-અમર છે.

    સ્વયં ભસ્મ એટલે ભૂતિ ધારણ કરે છે અને ભક્તોને વિભૂતિ – વિશિષ્ટ ઐશ્વર્ય પ્રદાન કરે છે. મહાકવિ કાલિદાસના શબ્દોમાં કહીએ તો શિવ સ્વયં અકિંચન છે છતાં સંપત્તિનું ઉત્પત્તિસ્થાન છે. સ્મશાનમાં રહે છે છતાં ત્રણે લોકનાં સ્વામી છે. એ ભીમ રૂપ – ભયંકર રૂપ ધારણ કરે છે છતાં શિવ મંગલસ્વરૂપ છે. વાસ્તવમાં શિવને સાચા સ્વરૂપે જાણનારું કોઈ નથી.

માલવિકાગ્નિમિત્ર નામના નાટકમાં ભગાવાન શિવજીની સ્તુતિ કરતા મહાકવિ કાલિદાસ કહે છે:

ન સંતિ યાથાર્થ્યવિદં પિનાકિનઃ

      ભગવાન શિવજી ‘એક ઐશ્વર્ય’માં રહ્યા છે છતાં એમને નમન કરનારને ‘બહુ ફળ’ આપે છે. આમ તો કાંતા –પ્રિય પત્ની પાર્વતી સાથે સંમિશ્ર –અર્ધનારીશ્વર- દેહવાળા છે છતાં યતિઓમાં શ્રેષ્ઠ છે. પોતાના આઠ સ્વરૂપોથી સમગ્ર વિશ્વને ધારણ એવા એ ચતુર્થ અવસ્થારૂપ આત્માને- શિવને- જાણવા જોઈએ.

     આવું છે શિવનું ઉપનિષદમાં વર્ણવાયેલું સ્વરૂપ. શિવ સર્વસ્વ છે છતાંય કંઈ જ નથી. આ તેમની વિશેષતા છે.

     એ નિરંતર છે. નિર્ગુણ એટલે સત્વ, રજ કે તમગુણથી પર છે. નિર્વિકાર છે. તેનામાં કોઈ વિકાર-ફેરફાર થતો નથી. પોતાના આત્મામાં જ રતિ અર્થાત પ્રીતિ રાખનારા છે. તેમને બીજાની કશાની પડી જ નથી હિત કે અહિત બધું જ તેમને મન સમાન છે. એકસરખું છે. ભયંકર ઝેરી સાપ શરીર પર હોય છે છતાંયે તેના ઝેરનો તેમને ડર નથી. મસ્તક ઉપરના ચંદ્રમાંથી સદૈવ અમૃત ઝરે તે માટે તેમને કોઈ પ્રેમ નથી. છાતી પર ખોપરીની માળા હોય તેનાથી અશૌચ એટલે અપવિત્રતા નથી. માથા પર ગંગા છે માટે કોઈ પવિત્રતાનો ખ્યાલ નથી.

     યતિઓમાં એ સૌથી શ્રેષ્ઠ છે. પોતાનાં આઠ સ્વરૂપોથી સમગ્ર વિશ્વને ધારણ કરે છે છતાંય એમને કોઈ અભિમાન નથી. કહેવાયું છે કે એ ઘોર પણ છે ને અઘોર પણ છે. સર્વનું કલ્યાણ કરનાર પણ છે.

[વધુ આવતે અંકે]

                            ૐ નમઃ શિવાય

Advertisements

One comment on “શિવતત્વ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s